નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ કહ્યું કે રસી નિર્માતાઓને તમામ પ્રકારના કાનૂની દાવથી બચાવવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશનકાર્ડ છે તમારી પાસે? તો મળશે 2500 રૂપિયા કેશ....આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત


ખોટા દાવાથી આશંકા પેદા થાય છે
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કાર્નેગી ઈન્ડિયાના વૈશ્વિક ટેક્નોલોજી સંમેલનમાં કહ્યું કે રસી નિર્માતા ભારત સરકાર સામે એ વાત રજુ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ તેમણે રસી બનાવવામાં આવતા પડકારો ગણાવતા કહ્યું કે કેટલાક તુચ્છ દાવા  કરીને કેસ  કરે છે. જેનાથી આશંકા પેદા થાય છે કે આવું રસી મૂકવાના કારણે થયું. આ આશંકાને દૂર કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ અને સાચી વાત લોકોને જણાવી જોઈએ. 


પૂનાવાલાએ અમેરિકાનું આપ્યું ઉદાહરણ
પૂનાવાલાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના રસી બનાવતી કંપનીઓને તમામ કાનૂની દાવથી બચાવવા માટે સરકારી કવચ મળવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકામાં સરકારે વાસ્તવમાં આ પ્રકારના સંરક્ષણની જોગવાઈ પણ કરી છે. 


Corona Update: કોરોનાના નવા કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધુ, જાણો લેટેસ્ટ અપડેટ


ચેન્નાઈના વ્યક્તિએ માંગ્યું હતું 5 કરોડનું વળતર
ગત મહિને ચેન્નાઈના 40 વર્ષના રહીશે કોવિશીલ્ડ રસીના પરીક્ષણમાં ગંભીર આડઅસરનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસે 5 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. પરંતુ કંપનીએ આ આરોપો ફગાવી દીધા હતા. 


સીરમ ઈન્સ્ટિટ્યૂટનો એસ્ટ્રાજેનેકા સાથે કરાર
અત્રે જણાવવાનું કે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ બ્રિટિશ-સ્વિડિશ ફાર્મા કંપની AstraZeneca સાથે મળીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત રસીના નિર્માણ માટે કરાર કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેમની રસી અંતિમ તબક્કાના પરિક્ષણોમાં 90 ટકા પ્રભાવી છે. 


Farmers Protest: હવે ખેડૂતોએ PM મોદીને લખ્યો પત્ર, અત્યંત મહત્વના સવાલ પર આપ્યો આ જવાબ 


જલદી ઈમરજન્સી ઉપયોગની આશા
અદાર પૂનાવાલાએ કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં પેનલને રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની આશા છે. આ અગાઉ તેમણે કહ્યું હતું કે ભારતમાં કોવિડ-19 રસીકરણ જાન્યુઆરી 2021 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube